Sunday, 21 July 2013
VANCHANPRAV-SAVRACHIT KAVYA
vanchanparva
આવો વાંચીએ ,સૌ ને વાન્ચાવીયે
અનેરું આ વાંચનપર્વ ઉજવીએ
સ્વામી વિવેકાનંદની ૧૫૦ મી જનામ્જયંતી સાથે
આવો સૌ મળીયે સંગાથે
જીવન કેરી કેડીમાં નવા રંગો પુરીએ
સ્વ વિક્સીએ અને સર્વ ને વિકસાવીએ
અનેરું આ વાંચનપર્વ ઉજવીએ
નવું-નવું વાંચવાનો નિત લહાવો લઈએ
હાથ ઝાલી નબળા નો મદદ એને કરીએ
આવો અનોખી તક ઝડપી લઈએ
અનેરું આ વાંચનપર્વ ઉજવીએ
વાંચનના પ્રકાશ થી ચારે દિશાઓ ઝગ્માંગવીયે
આવો સૌ કોઈ સહિયારા પ્રયત્નો કરીએ
ના કોઈ નાનું - ના કોઈ મોટું ના ભેદભાવ કોઈ ધરીએ
પગલે-પગલે ચાલીને સર્વ ને આગળ લઈ જઈએ
સક્લાંગ હોઈ કે વિકલાંગ હોઈ ભલે ને
પ્રેમપૂર્વક મંડયા રહીએ .
સૌ કોઈ માં વાંચન ભૂખ જગાવીએ
ના લાગે થાક ના જોઈએ વિસામો
હવે તો વાંચે દરેક બાળક એ જ આપણાં કર્મો
આવો આ પવન લહાવો સૌ લઈએ
દીપાંજલિ અનેરું આ વાંચનપર્વ ઉજવીએ

SHIKSHAK
બાળક વ્હાલાં જેમને, ઘોંઘાટે ન મુંઝાય,
સદાય શાંતિ જાળવે, તે શિક્ષક કહેવાય.
ઓછાબોલા જે અતિ, સુદૃઢ જેની કાય,
તનમન તેજે આંજતો, તે શિક્ષક કહેવાય.
જેનું મોં જોઈ સદાય, બાળક ઘેલાં થાય,
ગળે આવી લટકી પડે, તે શિક્ષક કહેવાય.
બાળક સાથે ખેલતાં, જરીયે ના શરમાય,
બાળકને મન માનીતો, તે શિક્ષક કહેવાય.
નૈસર્ગિક વિકાસ જે, બાળક કરતું જાય,
દ્રષ્ટા તેનો જે બને, તે શિક્ષક કહેવાય.
માતા સમ મમતાભર્યો, પિતા સમ પ્રેમાળ,
ભાવ મહીં ભાંડું સમો, તે શિક્ષક કહેવાય.
શિક્ષક બાળકનો છતાં શીખતો બાળક પાસ,
ભૂલોને ન છુપાવતો, તે શિક્ષક કહેવાય.
શિક્ષણના વિષયો વિશે, સળંગ દ્રષ્ટિ જાય,
શીખવે રસમય રીતથી, તે શિક્ષક કહેવાય.
આજીવન અભ્યાસી ને જ્ઞાનથી ના છલકાય,
સદાય જિજ્ઞાસુ રહે, તે શિક્ષક કહેવાય.
ચોખ્ખું જીવન જેમનું, અરીસા સમ દેખાય,
ત્યાગવૃત્તિનું તેજ જ્યાં, તે શિક્ષક કહેવાય.
બોલે તેવું આચરે, આડંબર ના જરાય,
અભિમાન જેને નહી, તે શિક્ષક કહેવાય.
સેવાવૃતિથી બધાં કાર્યો કરતો જાય,
પ્રેમ વડે જગ જીતતો, તે શિક્ષક કહેવાય.
વિદ્યા ભણવી, ભણાવવી એમાં માને શ્રેય,
સાચા શિક્ષકનું સદા સેવા જીવનધ્યેય, તેજ સાચો શિક્ષક કહેવાય. — with Deepaben Shimpi

CHANTAR VINA NU BHANTAR
ભાર વિનાનું ભણતર!
મિત્રો આજથી ત્રણ
દાયકા પહેલાંનો વિદ્યાર્થી -
ફાટેલી થીગડા વાળી ચડ્ડી – સુતરાઉ કાપડની કે ખાતરની થેલીની બેગ કે સામાન્ય કોથળી વાળુ
દફ્તર – તેમાં દેશી હિસાબ, બે-એક પુસ્તકો, સ્લેટ અને પેન.
પ્રાથમિક શાળામાં નોટબુક ભાગ્યે જ વપરાતી.
રૂટીન કામ સ્લેટમાં જ થતું.
આજે વિદ્યાર્થીઓ પ્રશ્ન કરે છે: “સર, સ્લેટ એટલે શું?”
સ્લેટ એટલે - લાકડાની ફ્રેમમાં જડેલો કાળા પથ્થરનો સપાટ , “flat piece”.
તેની બંને બાજુની લીસી સપાટી પર તમે માટીની પેન વડે લખી શકો.
સાઈઝ આશરે આઠ ઈંચ બાય દસ- બાર ઈંચ.
ત્રણ દાયકા પહેલા સ્કૂલે જતા પહેલા વિદ્યાર્થીઓ ઘરના કંપાઉંડમાં પેનને અણી કાઢવા દોડતા. ક્યારાને કિનારે ગોઠવેલી ઈંટોની કરકરી સપાટી પર સંભાળીને પેનને ઘસતા. “અણીદાર” બનાવતા. તે અણી જળવાઈ રહે તે માટે ક્યારાની ભીની માટીમાં પેનને હળવેથી ફેરવીએ અને “પાક્કી” કરીએ. બસ, “મોતીના દાણા” જેવા સુંદર અક્ષર લખવા માટે પેન તૈયાર કરતા.
સ્કૂલમાં સ્લેટ-પેન એજ સર્વસ્વ.
ગુજરાતીના પાઠ હોય, ગણિતના દાખલા કે આંક કે વિજ્ઞાનના જવાબ .... બધું કામ સ્લેટ પર
કરો. કામ કરો, શીખી લો; ભીના કપડાથી ભૂસી નાખો.
ભીની સ્લેટ સૂકવવા થોડી રમત કરી લો ....
ભીની સ્લેટને હાથમાં પકડી હલાવતા રહો અને ગાતા જાવ:
”ચકી ચકી પાણી પી .... બે પૈસાનો બરફ લાવ ...”
ચકી પાણી પી જાય(!) અને સ્લેટ નવા કામ માટે કોરીકટ તૈયાર!
ઘડિયા જ્ઞાન – ૩૦ એકા સુધીના ઘડિયા તો મોઢેજ હોય.
શિક્ષક પ્રત્યે આદર-
પ્રેમ, કુદરતી વાતારણમાં પ્રાયોગિક જ્ઞાન. કોઈ કેલ્ક્યુલેટર કે કમ્પ્યૂટર નહી છતાં વ્યવહારૂ
કોયડા પલવારમાં ઉકેલાય.
આજના નાનકડા ભૂલકાઓને “ઈન્ફર્મેશન એજ” માં માહિતીના ભાર નીચે દબાયેલા જોઈને
વેદના થાય છે. આપણે તેમના બાળપણને કચડી નાખ્યું છે.
ફર્સ્ટ સ્ટાન્ડર્ડથી ચાર-પાંચ- સાત વિષયો; ઘડિયા દસ એકાથી આગળ આવડે નહી જ.
સાદા સરવાળા માટે પણ પરાવલંબી.
દરેક વિષયના એક-બે પુસ્તકો, ગાઈડો- વ્યાયામ વિષયની પણ વસાવે અને વળી વ્યાયામ વિષયના પણ ટ્યુશનના પાંચ હજાર આપતાં વાલી આનંદ અનુભવે.
ધોરણ 1 થી જ ચશ્માના નંબરતો ખરાજ. કંપાસમાં ચાર પાંચ પેન.
દરેક વિષયની ક્લાસવર્ક અને હોમવર્ક અલગ નોટબુકસ ...
કેટલીતો પોથીઓ (ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી વગેરે વગેરે)
આપણે બાળકોને બોજાથી બેવડ કરી દીધાં છે.
આપણે બુક્સ-નોટબુક્સમાં માહિતી ઠાંસી ઠાંસીને ભરી દીધી, તેમાં જ્ઞાન તો તલભારનું જ!
આજનો કોલેજનો વિદ્યાર્થી બેંકમાં જતાં ગભરાય છે.
મીટરને ફૂટમાં ફેરવતાં કે લાકડાનું ઘનફૂટ શોધતાં તેના મોતિયા મરી જાય છે.
ઘરની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય છે તે ગણવું તેના માટે લોઢાના ચણા ચાવવા બરાબર છે.
માતૃભાષામાં ૧૦૦ માંથી ૧૦ થી નીચે આવે છે. અંગ્રેજી બોલતાં આવડતું નથી.
રાષ્ટ્રભાષા હિન્દી તો હવે નાશપ્રાય થઈ છે.
ભારેખમ ગણિત પચાવવા દાખલા ગોખતો થયો છે.
ગણિત વાંચતો જોવા મળે છે ત્યારે આજના બાળક પર દયા આવે છે.
આજના બારમાનો કે ગુજરાતી વિષય સાથે MA થયેલ વિદ્યાર્થી વંદેમાતરમના ગાનમાં કે બારાખડી(કક્કો) માં પણ લોચા મારે છે.
આજે બાળકને આપણે શું આપીએ છીએ?
ભાર વગરનું ભણતર કે જીવનને
રગડોળી નાખવાનું ભણતર.
શું આ વિચારવાની વાત નથી? આપડે આપડા દિલ પર હાથ મુકીને પૂર્ણ ઈમાનદારી થી એકવાર જરૂર વિચારવું જોઈએ કે આપડે શું ખરેખર life-skills બાળકને આપીએ છીએ? જે સાચું અને જરૂર જ્ઞાન છે તે તેના સુધી, તેના જીવનમાં આપીએ છીએ?
જો જવાબ ના આવે તો સમજજો કે આપનું જીવન નિરર્થક છે.
અને આ જવાબ ને હા માં રૂપાંતરિત કરવા શું કરી શકીએ? આપનામાં દરેક ક્ષમતા છે જ મિત્રો, જરૂર છે માત્ર આપનો અભિગમ બદલવાની.
ગમે તો સૌને કહેજો(શેર કરજો). જો ન ગમે તો મને કહેજો.
-શિક્ષક કભી સાધારણ નહિ હોતા............. — with Deepaben Shimpi

કેટલીતો પોથીઓ (ચિત્રપોથી-નક્શાપોથી-ગ્રાફપોથી

Subscribe to:
Posts (Atom)