Thursday, 28 February 2013
MY INTRO.
MY INTROUCTION
MY NAME IS DEEPABEN RAMDAS SHIMPI I AM WORKING AS A C.R.C.CO.ORDINATOR
AT KRUSHICAMPUS CLUSTER SCHOOL. I HAVE JOINING IN SSA 2002 AND BEFOUR I HAD WORKED AT TEACHER FOR SEVAN YERAS AND AFTER WORKED FIVE YEARSEVAS A HEAD MASTERS .I LIKE TO TEACH CHILDREN, I LIKE TO WORK WITH COMPUTER&INTERNET. I LIKE TO WRITE POEMS & SHAYRI. I LIKE TO HELPFUL SOMEONE.I LIKE TO PLAY BADMITION ,KHO-KHO.
MY SELF I HAVE PROUD THAT I WORK WITH EDUCATIONAL FIELD. MY BEST THING IS THAT "I ALWAYS THINK POSITIVE." & I DON,T LIKE THE WORD IMPOSSIBLE . SUCCESS IS MY MOTTO. I LIKE TO DO ACTIVITIES LIKE MONOACTING ,PLAY ROLE ,COOKING SOME NICE DISH, SKILLS DEVELOPING ACTIVITIES,
I HAVE HOBBY TO TEACH NEW THINGS EVERY MOMENTS.
AJANB-GAJAB
એર
ઈન્ડીયાની એક ફ્લાઈટ મુંબઈથી લંડન જઈ રહી હતી. મુંબઈથી ટેક-ઓફ થયાને દસેક
મિનીટ થઈ હશે.સલામત રીતે ટેક-ઓફ થઈ ગયા પછી નિરાંતનો શ્વાસ લઈને પેસેન્જરો
પોતપોતાના સીટ બેલ્ટ છોડીને રિલેકસ થઈ રહ્યા હતા. એર-હોસ્ટેસો ચા-કોફી
વગેરેની ટ્રે લઈને ધીમે ધીમે પેસેન્જરોને સર્વ કરી રહી હતી. બન્ને પાયલોટો
હળવા મૂડમાં હતા. વિમાનને ‘ઓટો-મોડ’માં મૂકીને એ પણ કોફીની ચૂસ્કીઓ લઈ રહયા
હતા…
ત્યાં અચાનક વાંકાચૂકા વાળવાળો, કાળું જેકેટ, બ્લુ જીન્સ
અને ભૂરા ગોગ્લસ પહેરેલો એક માણસ જોરથી એની સીટ પરથી ઊભો થયો અને એણે પાછળ
જોઈને બુમ પાડીઃ
“હાઈ..જેક!!”
લોકો ઘભરઈ ગયા. ઘરડાઓનાં બીપી વધી ગયાં, યુવાનોનાં બીપી ઘટી ગયાં, બાળકો
રડવા માંડયાં, બૈરાંઓ ચીસાચીસ કરવા લાગ્યાં. ત્યાં પાછલી સીટ પરથી જેક ઊભો
થયો અને હાથ હવામાં હલાવતાં એ બોલી ઉઠ્યોઃ
” ઓ, હાઈ..પપ્પુ!!”
ARTHGHTAN
પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.
અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
પોતે તડકો થઈને વ્યાપે, માણસછે, બિઝનેસ કરે છે.
સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.
કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસકરે છે.
પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.
DEEPA.SHIMPI
CRC CAMPUS
varta -shilpi ni
એક
શિલ્પી હતો. તે પથ્થરમાંથી બેનમુન મુર્તિઓ કંડારતો. તે એટલી સુંદર મુર્તિઓ
કંડારતો કે જોનારને એમ લાગે કે આ હમણા જ બોલી ઊઠશે. એક વખત એક પ્રખર
જયોતિષી શિલ્પીને મળવા આવ્યો. તેણે શિલ્પીને કહ્યુ કે “પંદર દિવસ પછી તારું
મૃત્યુ થવાનું છે.” શિલ્પી મોતથી બચવાનો ઊપાય વિચારવા લાગ્યો. તે મનમાં
બોલ્યો, “હું મારી કલાનો ઊપયોગ કરીને યમદુતોને છેતરીશ.”
શિલ્પીએ
રાત – દિવસ મહેનત કરીને પોતાના જેવા જ છ પૂતળા કંડાર્યા. પૂતળા એવા આબેહુબ
બન્યા કે કોઇ જાણી ન શકે કે આમાં શિલ્પી કોણ હશે ? પંદર દિવસ પુરા થયા
શિલ્પીનો મૃત્યુદિન આવી પહાચ્યો. શિલ્પી એક ઓરડામાં છ પૂતળા સુવડાવી દિધા
તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઇ ગયો. યમદૂતો શિલ્પીને લેવા આવ્યા. તેમણે
ઓરડામાં સાત શિલ્પી જોયા. તેઓ મુંજવણમાં મુકાઇ ગયા. હવે શું કરવું? એક
યમદૂત ચાલક હતો તેણે કહ્યું શિલ્પી હોશીયાર છે તેણે એક જ ભૂલ કરી છે.
શિલ્પી ઊભો થઇ બોલ્યો, મારા હાથે ભૂલ ન થાય ભૂલ બતાવો યમદૂત કહે આજ ભૂલ કે,
તું ઊભો થઇ ગયો.
યમદૂતો શિલ્પીને લઇને ચાલતા થયા.
બોધ- માણસનો અહમ તેનો વિનાશ સર્જે છે…
sankalan Deepa.R.shimpi
Subscribe to:
Posts (Atom)