Thursday, 28 February 2013

varta -shilpi ni

એક શિલ્પી હતો. તે પથ્થરમાંથી બેનમુન મુર્તિઓ કંડારતો. તે એટલી સુંદર મુર્તિઓ કંડારતો કે જોનારને એમ લાગે કે આ હમણા જ બોલી ઊઠશે. એક વખત એક પ્રખર જયોતિષી શિલ્પીને મળવા આવ્યો. તેણે શિલ્પીને કહ્યુ કે “પંદર દિવસ પછી તારું મૃત્યુ થવાનું છે.” શિલ્પી મોતથી બચવાનો ઊપાય વિચારવા લાગ્યો. તે મનમાં બોલ્યો, “હું મારી કલાનો ઊપયોગ કરીને યમદુતોને છેતરીશ.”

શિલ્પીએ રાત – દિવસ મહેનત કરીને પોતાના જેવા જ છ પૂતળા કંડાર્યા. પૂતળા એવા આબેહુબ બન્યા કે કોઇ જાણી ન શકે કે આમાં શિલ્પી કોણ હશે ? પંદર દિવસ પુરા થયા શિલ્પીનો મૃત્યુદિન આવી પહાચ્યો. શિલ્પી એક ઓરડામાં છ પૂતળા સુવડાવી દિધા તે પોતે પણ પૂતળાની વચ્ચે સૂઇ ગયો. યમદૂતો શિલ્પીને લેવા આવ્યા. તેમણે ઓરડામાં સાત શિલ્પી જોયા. તેઓ મુંજવણમાં મુકાઇ ગયા. હવે શું કરવું? એક યમદૂત ચાલક હતો તેણે કહ્યું શિલ્પી હોશીયાર છે તેણે એક જ ભૂલ કરી છે. શિલ્પી ઊભો થઇ બોલ્યો, મારા હાથે ભૂલ ન થાય ભૂલ બતાવો યમદૂત કહે આજ ભૂલ કે, તું ઊભો થઇ ગયો.

યમદૂતો શિલ્પીને લઇને ચાલતા થયા.

બોધ- માણસનો અહમ‌ તેનો વિનાશ સર્જે છે…
                                                                                          sankalan Deepa.R.shimpi

No comments:

Post a Comment