એર
ઈન્ડીયાની એક ફ્લાઈટ મુંબઈથી લંડન જઈ રહી હતી. મુંબઈથી ટેક-ઓફ થયાને દસેક
મિનીટ થઈ હશે.સલામત રીતે ટેક-ઓફ થઈ ગયા પછી નિરાંતનો શ્વાસ લઈને પેસેન્જરો
પોતપોતાના સીટ બેલ્ટ છોડીને રિલેકસ થઈ રહ્યા હતા. એર-હોસ્ટેસો ચા-કોફી
વગેરેની ટ્રે લઈને ધીમે ધીમે પેસેન્જરોને સર્વ કરી રહી હતી. બન્ને પાયલોટો
હળવા મૂડમાં હતા. વિમાનને ‘ઓટો-મોડ’માં મૂકીને એ પણ કોફીની ચૂસ્કીઓ લઈ રહયા
હતા…
ત્યાં અચાનક વાંકાચૂકા વાળવાળો, કાળું જેકેટ, બ્લુ જીન્સ
અને ભૂરા ગોગ્લસ પહેરેલો એક માણસ જોરથી એની સીટ પરથી ઊભો થયો અને એણે પાછળ
જોઈને બુમ પાડીઃ
“હાઈ..જેક!!”
લોકો ઘભરઈ ગયા. ઘરડાઓનાં બીપી વધી ગયાં, યુવાનોનાં બીપી ઘટી ગયાં, બાળકો
રડવા માંડયાં, બૈરાંઓ ચીસાચીસ કરવા લાગ્યાં. ત્યાં પાછલી સીટ પરથી જેક ઊભો
થયો અને હાથ હવામાં હલાવતાં એ બોલી ઉઠ્યોઃ
” ઓ, હાઈ..પપ્પુ!!”
No comments:
Post a Comment