Thursday, 28 February 2013

ARTHGHTAN

     પતંગિયાની પાંખો છાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
      ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે, બિઝનેસ કરે છે.
       અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને,
                પોતે તડકો થઈને વ્યાપે, માણસછે, બિઝનેસ કરે છે.
                સંબંધોની ફાઈલ રાખી ને ચહેરા પર સ્માઈલ રાખી,
               લાગણીઓ લેસરથી કાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
શબ્દ શબ્દને વાટી વાટી, અર્થોનું કેમિકલ છાંટી,
જળમાં પણ ચિનગારી ચાંપે, માણસ છે, બિઝનેસ કરે છે.
                          કલરવને પણ ટેપ કરીને, કંઠ ઉપર પણ રેપ કરીને,
                          માગે તે ટહુકા આલાપે, માણસ છે, બિઝનેસ કરે છે.
ચકમક લોઢું ઘસતાં ઘસતાં, ફૂંક લગાવી હસતાં હસતાં,
જ્યાં જ્યાં સળગે ત્યાં ત્યાં તાપે, માણસ છે, બિઝનેસકરે છે.
                     પોતાનું આકાશ બતાવી, સૂરજ, તારા, ચન્દ્ર ગણાવી,
                    વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ છે, બિઝનેસ કરે છે.
 
DEEPA.SHIMPI
CRC CAMPUS 

No comments:

Post a Comment