મહાન વ યકિતઓની સરળતા
આજે રેડીઓ ઉપર સાંભળેલી વાત........... કદાચ તમને ગમશે..
આ વાતે મહાન ગણિતશાસ્ત્રી અને વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇનસ્ટાઇનની.....
વર્ષ ૧૯૪૦ની સાલમાં એક યુનિવર્સીટીએ તેમને તેમની મહાન થીયરી ઓફ રીલેટીવીટી
વિશે વ્યાખ્યાન આપાવ બોલાવ્યા હતા. વ્યવસ્થાપકે તેમને પૂછ્યું. સર.. આપની
શી જરૂરીયાત છે.. જવાબમાં આઇન્ટાઇને જવાબ આપ્યો. મને એક બ્લેક બોર્ડ ચોક
ડસ્ટર અને થોડા કોરા કાગળ આપજો..
વ્યવસ્થાપક મૂઝવણમાં મૂકાયા. કે બસ
આટલીજ જરૂરીયાત.. તેમણે ફરીથી પૂછ્યૂ.. આ વખતે થોડી ગંભીરતાથી આઇન્ટાઇન
બોલ્યા.... કે ઓડિટોરીયમમાં વિદ્યાર્થીઓની વ્યવસ્થા કરજો અને હા....... એક
કચરાટોપલી. કચરાટોપલી સાંભળી બધા આશ્ચર્યમાં મૂકાયા. એટલે આઇન્ટાઇન બોલ્યા.
કોઇ વિદ્યાર્થીએ પૂછેલા પ્રશ્નનો જવાબ શોધવામાં અથવાતો કોઇ દાખલો ખોટો
પડેતો તેમાં બગડેલા કાગળો ફેકવા માટે.
મહાન વ્યકિતઓની આજ ખૂબી હોય છે.
તે કોઇ પણ તબક્કે તથા કોઇની પણ સાથેની હાર અથવા નિશ્ફળતા સ્વિકારતા હંમેશા
તૈયાર હોય છે. એમની આ સરળતાજ તેમને અન્ય કરતા વિશેશ અને મહાન હોય છે.
winners dont do things differently they do things differently - Shiv
khera
આપણે ભૂલે ચૂકે આવી કોઇ સિદ્ધિ પ્રાપ્ત કરી લઇએ તો કેટલા અધ્ધર થઇ જઇએ તેની આપણને પણ ખબર હોતી નથી.......
No comments:
Post a Comment